Ticker

6/recent/ticker-posts

નિષ્ઠા શિક્ષક તાલીમમાં ન જોડાયેલ પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને નિષ્ઠા શિક્ષક તાલીમમાં જોડાવા બાબત સંદર્ભ

નિષ્ઠા શિક્ષક તાલીમમાં ન જોડાયેલ પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને નિષ્ઠા શિક્ષક તાલીમમાં જોડાવા બાબત સંદર્ભ


 જીસીઇઆરટી / તાલીમ / ૨૦૨૦-૨૧ / ૧૫૯૦૮-૧૬૦૫૭ તા . ૨૫/૧૧/૨૦૨૦ ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , MHRD અને NCERT ની સૂચના અને માર્ગદર્શન હેઠળ GCERT દ્રારા નિષ્ઠા શિક્ષક તાલીમના ૧૮ કોર્સનું આયોજન તા . ૫ ઓકટોબર થી ૨૭ નવેમ્બર ૨૦૨૦ દરમિયાન કરવામાં આવેલ હતું . જેમાં મોટાભાગના શિક્ષકોએ આ તાલીમ સફળતા પૂર્વક મેળવેલ છે . પરંતુ હજુ પણ કેટલાક પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકો આ તાલીમમાં જોડાયેલ નથી . તેવુ ધ્યાનમાં આવેલ છે . જે ગંભીર બાબત છે . તો આ બાબતને ધ્યાને લેતાં કોઇ પણ પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકો આ નિષ્ઠા શિક્ષક તાલીમથી વંચિત ન રહે તેવા હેતુસર આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરી તાલીમથી વંચિત રહેલ તમામ પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકો ૧૮ તાલીમ મોડયુઅલ નિષ્ઠા અને દિક્ષા કોર્સ સ્વરૂપે દિક્ષા પ્લેટફોર્મ પર તા . ૦૧ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીના સમયગાળા માટે જોડાઇ તાલીમ મેળવે તેવું આયોજન કરવા આથી જણાવવામાં આવે છે .








Post a Comment

0 Comments