Ticker

6/recent/ticker-posts

નિષ્ઠા તાલીમ સમજુતી - ભાગ પ્રથમ

 નિષ્ઠા તાલીમ સમજુતી - ભાગ પ્રથમ

watch vidio

Download Paripatra / 


જે શિક્ષકોએ ગત વર્ષે નિષ્ઠા તાલીમ લીધેલ ના હોય તેવા તમામ શિક્ષકોએ અને તાલીમમાં ફરજીયાત જોડાવાનું રહેશે

▪️આ કોર્સ ઓનલાઇન દિક્ષા પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે

▪️આ તાલીમની શરુંઆત ૫ મી ઓક્ટોબર - ૨૦૨૦ થી થશે

▪️આ તાલીમમાં કુલ ૧૮ કોર્સ રહેશે જે તમામમાં ફરજીયાત જોડાવાનું રહેશે

▪️આ તાલીમમાં કુલ ૧૮ મોડ્યુલનો અભ્યાસ રહેશે

▪️નિષ્ઠા તાલીમનું પ્રસારણ વંદે ગુજરાત ચેનલ નંબર - ૧ તેમજ જીયો ટીવી પર કરવામાં આવશે

▪️નિષ્ઠા તાલીમનું પ્રસારણ તારીખ ૦૬/૧૦/૨૦૨૦ થી ૧૦/૧૧/૨૦૨૦ સુધી વંદે ગુજરાત ચેનલ નંબર - ૧ પર દર્શાવવામાં આવશે

તાલીમના કુલ ૧૮ મોડ્યુલનું સ્વાધ્યાયકાર્ય શિક્ષકે તૈયાર કરવાનું રહેશે

▪️નિષ્ઠા તાલીમનું શિક્ષકે તૈયાર કરેલ સ્વાધ્યાયકાર્ય CRC ને જમાં કરાવવાનું રહેશે

▪️CRC દ્વારા જમાં કરેલ સ્વાઘ્યાયકાર્ય તારીખ ૨૫/૧૧/૨૦૨૦ સુધીમાં BRC ને જમાં કરાવવાનું રહેશે.



🗣️દરેક શિક્ષકોએ દિક્ષા પોર્ટલ પર પોતાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે

▪️આ ડિક્લેરેશન ફોર્મમાં શિક્ષકે પોતાની વિગતો દર્શાવવાની રહેશે

⏰આ તાલીમ સંપૂર્ણ ઓનલાઇન રહેશે

👨🏻‍💻સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની વિગતો બીજા ભાગમાં આપેલ છે તેનો વિગતવાર અભ્યાસ કરવો

૧)સૌ - પ્રથમ દિક્ષા એપ્લિકેશન ઓપન કરો

(૨)દિક્ષા એપ્લિકેશન ઓપન કર્યા બાદ આપની એપ્લિકેશનમાં જમણી બાજુ રહેલ પ્રોફાઇલ પર ક્લિક કરી આપ ગુગલ મેઈલ અથવા આપનો મોબાઇલ અને પાસવર્ડ વડે લોગીન કરો

(૩)લોગીન કર્યા બાદ આપ આપનું નામ અને વિગતો જોઈ શકશો તેની નીચે Edit ની નીચે Submit Details બટન આપેલ હશે ત્યાં ક્લિક કરો

(૪)ક્લિક કરતાં જ આપની સામે બે બોક્સ ઓપન થશે તેમાં આપે પ્રથમ બોક્સમાં Teacher સિલેક્ટ કરવાનું રહેશે હવે બીજા બોક્ષમાં આપે રાજ્ય ગુજરાત પસંદ કરવાનું રહેશે

(૫)આ વિગતો સિલેક્ટ કર્યા બાદ સબમિટ આપતાં નવું મેનું ઓપન થશે

(૬)આ બોક્સમાં આપની વિગતો બતાવશે જેમાં આપનો મોબાઇલ અને જી - મેઈલ બતાવશે જો આપે હજુ આપનો મોબાઇલ નંબર અને જી - મેઈલ અપડેટ કરેલ ના હોય તો આ બોક્સમાં જઈને અપડેટ કરી દો

(૬)હવે નીચે આપને આપની શાળાનું નામ દર્શાવવાનું રહેશે

🌀શાળાનું નામ દર્શાવ્યા બાદ આપને આપની શાળાનો DISE CODE સબમિટ કરવાનો રહેશે

છેલ્લા બોક્ષમાં આપને Enter Id દર્શાવેલ છે તેમાં આપને આપનો ટિચર કોડ એન્ટર કરવાનો રહેશે

🔅હવે નીચે આપેલ ચેક બોક્ષમાં આપને ખરાંની ટિક કરીને સબમિટ આપી દેવાનું એટલે આપનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની વિગતો સબમિટ થઈ જશે

નિષ્ઠા તાલીમ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની વિગતો તારીખ ૦૪/૧૦/૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરી તારીખ ૦૫/૧૦/૨૦૨૦ સુધીમાં જોડાઈ જવાનું રહેશે

Post a Comment

0 Comments